STORYMIRROR

Kajal Chauhan

Drama Romance

3  

Kajal Chauhan

Drama Romance

વરસે મેહુલિયો

વરસે મેહુલિયો

1 min
218


આગ લાગી મારા તન-બદનમાં,

તારા સ્પર્શરૂપી પાણીદાર ટીપાંથી..


બળબળતી, ઉકળતી ને શેકાતી,

તારી આ ધરાને ટાઢક પહોંચાડી,

તારા મોતી રૂપી વરસાદી ટીપાંથી...


ઘણા દહાડાની વાટ જોયા પછી,

આશ જગાવતા તેતરના સાદથી,

પવનના વાતા જોરદાર સુસવાટાથી,

નાચી ઉઠતા ઝાડવાંનાં સંગીતથી,

ચમકાઇ રહેલી વીજળી ને,

ગર્જી રહ્યા ઘનઘોર વાદળાંથી,

ભણકારા વાગ્યા મેઘરાજાના

અવિરત આગમનનાં,

વધામણાં થયા હવે મેહુલીયાનાં.....


ક્યારેક રૌદ્રગર્જના તો ક્યારેક શાંત,

તો વળી ક્યારેક સાંબેલાધાર,


કુદરતના આ અપ્રિતમ સૌંદર્યને જોઈ,

મિલનને આતુર દેડકી પણ હરખાઈ ઉઠી,


કંઈ અપેક્ષા વિના વરસી રહ્યો તું મુશળધાર,

કેવી રીતે ચૂકવીશ હું આ ઋણ વારંવાર,


રંગે રંગાઈ પૃથ્વી મેઘધનુષનાં વિવિધ રંગમાં,

કરી કળા મોરલાએ વર્ષારાણીનાં સ્વાગતમાં,


નીરખીને કુદરતના આ નયનરમ્ય કામણ,

ઝૂમી રહ્યાં છે કુદરતને સંગ નશામાં માનવમન,


ભીંજાવાને ઉત્સુક એકબીજામાં પ્રેમલા,

શોધી રહયા છે મળવાનાં માત્ર બહાનાં.



Rate this content
Log in

Similar gujarati poem from Drama