STORYMIRROR

'Sagar' Ramolia

Drama

4.9  

'Sagar' Ramolia

Drama

ઉપાડો તો મને

ઉપાડો તો મને

1 min
582


શક્તિ ગૈ સારી, ઉપાડો તો મને !

બુદ્ધિ ગૈ મારી, ઉપાડો તો મને !


દેહ સૂકો, હાડકાં બે-ચાર છે,

તો જરા ધારી, ઉપાડો તો મને !


ડૂબવાનો છીછરાયે નીરમાં,

લો તમે તારી, ઉપાડો તો મને !


હો’ તમોને જીતવાની ચટપટી,

આ ગયો હું હારી, ઉપાડો તો મને !


તોય ‘સાગર’ ભાર સંસારી ઘણો,

લો થયો ભારી, ઉપાડો તો મને !


Rate this content
Log in

Similar gujarati poem from Drama