STORYMIRROR

'Sagar' Ramolia

Drama

4  

'Sagar' Ramolia

Drama

વિધવા ભાગ-21 નવી વહુ આવી

વિધવા ભાગ-21 નવી વહુ આવી

1 min
418

છોકરાંઓ નવી વહુ આવી રે ગામમાં રે,

સોપારી લેવા જઈએ, નવી વહુ આવી રે...

આવી રે.. ગામમાં...રે !


ગામનો જુવાનિયો એને લાવ્‍યો ગામમાં રે,

હાલોને જોઈ લઈએ, નવી વહુ આવી રે... આવી રે.....


પહેર્યાં છે એણે રૂડાં ચંપલ પગમાં રે,

એની ચાલ મહાલીએ, નવી વહુ આવી રે... આવી રે.....


સુંદર પહેર્યાં છે વસ્‍ત્રો મોંઘાં મૂલનાં રે,

એની છટા નિહાળીએ, નવી વહુ આવી રે... આવી રે.....


કાને ઝૂમ્‍મર, હાથમાં બંગડી વહુના રે,

રણકો એનો સૂણીએ, નવી વહુ આવી રે... આવી રે.....


રૂમઝૂમ તે ઝાંઝર ઝણકે વહુનાં રે,

મીઠાશ કાને ભરીએ, નવી વહુ આવી રે... આવી રે.....


પાનેતર સાથે મોળિયો શોભે વહુના રે,

હાલો હેતે નીરખીએ, નવી વહુ આવી રે... આવી રે.....


નવલખો હાર શોભતો એની ડોકમાં રે,

એને પ્રેમથી મળીએ, નવી વહુ આવી રે... આવી રે.....


આવા તે શણગાર સજેલા છે વહુના રે,

એનું જીવન સજીએ, નવી વહુ આવી રે... આવી રે.....


સજવા નવલા શણગાર જીવનમાં રે,

પ્રભુને આજ સ્‍મરીએ, નવી વહુ આવી રે... આવી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama