STORYMIRROR

Krishna Mahida

Drama

4  

Krishna Mahida

Drama

પૂર્ણિમાની રાત

પૂર્ણિમાની રાત

1 min
450

પૂર્ણિમાની રાત એની શું કહું વાત,

પોયણાની જેમ ખીલી હું તો આજ,


વિચરી રહ્યો પૂર્ણ ચંદ્ર તારાઓ સાથ,

રેલાઈ રહ્યો ઓજસ મન મૂકી આજ,


ચાંદનીની ચાદર ઓઢી મેં તો આજ,

સ્નેહ સ્વપ્ને શીતળતા પોઢી છે આજ,


શશી જોઈ રહી છે તને નજર એક તાક,

ખોલ્યા ચકોરે પડદાં વાદળ તણાં આજ,


અંધકાર દૂર થયો દુઃખના પહાડ સમો,

સુખનો અજવાસ પથરાયો છે આજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama