STORYMIRROR

Krishna Mahida

Drama

4  

Krishna Mahida

Drama

નિ:સ્વાર્થ ભાનુ

નિ:સ્વાર્થ ભાનુ

1 min
436

ઝળહળે છે ભાનુ આકાશે પરોપકારી,

પ્રકૃતિ ઓવારણાં શુભ લીધા ઉતારી,


નિદ્રાધીન ચેતનવંતી બની દુનિયા સારી,

ધરાએ કિરણોની ઓઢી ઓઢણી ન્યારી,


ચડતી પહોર ઉંબરે આવી નવોઢા પ્યારી,

ખીલી ઊઠે તારા આવવાથી ફૂલની કયારી,


સૂરજમુખીનો પ્રેમ તુજ પર જાય વારી વારી,

તરતા તરણાં ને વાતા વાયુ, તારી બલિહારી,


આકાશે ચઢે ભાનુ પ્રભાતે પ્રકાશે અસવારી,

નિત્ય નમું હું મારું જીવન તુજને આભારી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama