ઈશ્વરકૃપા
ઈશ્વરકૃપા
આ ગઝલ મનમાં વસે, મોટી દયા તારી નથી ?
એ વિનાની વાત સૂઝે, એ દશા મારી નથી,
પ્રેમની જ્યાં વાત આવે, ખીલતી સોળે કળા,
તેના લીધે જિંદગી બનતી કદી' ખારી નથી,
તારા સંગે પામતી લાવણ્યતા જો આ ગઝલ,
આ જગતને જોવા સુંદર બીજી તો બારી નથી,
ક્રોધથી તોયે બળે એવું બની જાતું કદી',
એ જરૂરી હોય, માની એમ તે ઠારી નથી,
આ ગઝલ રૂઆબથી 'સાગર' વસે છે સૌ દિલે,
ને બની જાતી અડીખમ, ક્યાંય તે હારી નથી.
