STORYMIRROR

'Sagar' Ramolia

Drama

4.9  

'Sagar' Ramolia

Drama

ફૂલો ખીલ્યાં

ફૂલો ખીલ્યાં

1 min
599


કુદરત હસીને ફૂલો ખીલ્યાં,

લહેર ધસીને ફૂલો ખીલ્યાં,


સર્જનહારે કોઈ જાદુઈ છડી,

હવામાં ઘસીને ફૂલો ખીલ્યાં,


વસંતે બાગે બાગે જવાની,

કમર કસીને ફૂલો ખીલ્યાં,


સૂર્ય આડેથી રજનીની ચૂંદડી,

દૂર ખસીને ફૂલો ખીલ્યાં,


ચારેકોર અથડાતી હવા,

કળીમાં ફસીને ફૂલો ખીલ્યાં,


નાજુક-નમણી પરીની છબી,

નિજમાં વસીને ફૂલો ખીલ્યાં,


સુગંધી બની મહાલવાની વાત,

મનમાં ઠસીને ફૂલો ખીલ્યાં,


કોઈ અલૌકિક ખડિયાની,

ઢોળાઈ મસીને ફૂલો ખીલ્યાં,


દુનિયાને ‘સાગર’ ગાંડી કરવા,

પકડી રસીને ફૂલો ખીલ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama