Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Drama Romance

5.0  

Dharmik Parmar 'Dharmad'

Drama Romance

ચાલને રંગો સાથે રમીએ !

ચાલને રંગો સાથે રમીએ !

1 min
307


ચાલને રંગો સાથે રમીએ !

લઈ પીંછી પર ટીપા બે-ત્રણ, કોરો કાગળ રંગી દઈએ !

ચાલને રંગો સાથે રમીએ !


તું લાવજે લાલ- કસુંબલ, રાતોચોળો તારા હોઠનો ટીપાં જેટલો રંગ !

સિંદુર પુરાશે એટલો લાવી રંગ , હું આપીશ મારો મીઠો-મીઠો સંગ !


બેઉ મળીને જીવતર કેરા કાગળ ઉપર 'ઘર' જેવું ચીતરીએ.....

ચાલને રંગો સાથે રમીએ !


કાગળીયાના ઘરમાં ગુંજવીએ રાતી-રાતી, કાબરચીતરી મેનાનું સંગીત !

કોણ કહે પછી આ કાગળીયું છે? એ તો સ્નેહી તારી મારી મીત !


તારા રે પાલવડે ઢોળેલો રંગ ફરીથી હળવે-હળવે ભરીએ....

ચાલને રંગો સાથે રમીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama