STORYMIRROR

Chirag Padhya

Drama

3  

Chirag Padhya

Drama

સંતોષ

સંતોષ

1 min
881



ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

(રજઝ છંદ)


શબ્દો મહીં મળતો મને, એ શ્વાસનો સંતોષ છે.

એ લાગણીના અર્થ ને, અહસાસનો સંતોષ છે.


તરસ્યા હતા, સૂકા હતા એ પ્રેમના ભૂખ્યા હતા,

બુઝતી કવનની રાહમાં, એ પ્યાસનો સંતોષ છે.


કલ્પન તણા જલતા ચિરાગો, આજ મારા ભાવમાં,

પંક્તિ મહીં દીઠયો મને, અજવાશનો સંતોષ છે.


શબ્દો સ્મર્યા, શબ્દો સ્ફુર્યા, શબ્દો વિચારોમાં મળ્યા,

ને કલ્પનાના વન મહીં, વનવાસનો સંતોષ છે.


લાગી ગઝલની ધૂન છે, ભદ્રા હવે લખતો રહે,

ને કાફિયા રૂપે મળે, એ પ્રાસનો સંતોષ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama