યુવાન
યુવાન
ટકરાઈ જઇશ હું ચટ્ટાનોથી,
નદીઓના વહેણ બદલતો જઈશ.
ચાલ્યો જઈશ કાંટાળી રાહ પર,
પથ્થરના બોજ ઉઠાવતો જઈશ.
પહાડ જેવું છે વ્યક્તિત્વ મારું,
હસ્તી મારી નિખારતો જઇશ.
સૂરજ જેવું છે અસ્તિત્વ મારુ,
દુનિયાને અજવાળતો જઈશ.
હું યુવાન છું હાર નહીં માનું,
વિજયપથે આગળ વધતો જઈશ.
