મતની કિંમત
મતની કિંમત
લોકશાહી દેશનું સન્માન તો કરો,
ફરજને સમજો બહુમાન તો કરો.
આપના મતનું સમજો તમે મહત્વ,
મતદાર છો તમે તો મતદાન તો કરો.
પવિત્ર છે મત એનું ભાન તો કરો,
લોકતંત્રનું કાર્ય આ માન તો કરો.
ના આવો કોઈ પ્રલોભન લાલચમાં,
મતદાર છો તમે તો મતદાન તો કરો.
સારા ને સાચાની પહેચાન તો કરો,
મત છે કિંમતી એ એલાન તો કરો.
તમારો મત ઘડશે તમારું ભવિષ્ય,
મતદાર છો તમે તો મતદાન તો કરો.
