રડી મારી કલમ
રડી મારી કલમ
1 min
420
હા, હૃદયની વેદનાએ,
ખૂબ આજે તો રડી મારી કલમ,
ને મળેલી યાતનાએ,
ખૂબ આજે તો રડી મારી કલમ.
ના મળ્યા મુજને કદી એ શબ્દ,
જેની કલ્પના મારી હતી,
ને અજન્મી ચેતનાએ,
ખૂબ આજે તો રડી મારી કલમ.
હા, ઘણી આશાઓ ભીતરમાં,
ગળે લાગી તને આજે કહું,
ને અજાણી વાસનાએ,
ખૂબ આજે તો રડી મારી કલમ.
હા, તમે છો રોમ-રોમે,
જ્યાં કરું આજે જરા મારી નજર,
ને દિલોના આશનાએ,
ખૂબ આજે તો રડી મારી કલમ.
હા, બુઝાતા આ ચિરાગોને,
સુકી લાગે હવે શાહી અહીં,
ને ખુદાની યાચનાએ,
ખૂબ આજે તો રડી મારી કલમ.
