STORYMIRROR

Chirag Padhya

Tragedy

5.0  

Chirag Padhya

Tragedy

કારણ શું હશે ?

કારણ શું હશે ?

1 min
1K




લગાગાગા લગાગાગા લગાગાગા લગા


મળે ના જીત મળતી હાર, કારણ શું હશે?

વધે છે જિંદગી પર ભાર, કારણ શું હશે?


રહું કોના સહારે, એજ તારણ ના મળ્યું,

પડે છે હર ડગરથી માર, કારણ શું હશે?


કરે જે જેમ એવું મેળવે, એ છે પ્રથા,

હથેળીમાં નથી કંઈ યાર, કારણ શું હશે?


બધી માયા અહીં, છોડી જશે કાયા હવે,

ઘટે છે શ્વાસના હર તાર, કારણ શું હશે?


રહેશે આમ સઘળું, સાથ ના આવે કશું,

જવું છે એકલા ભવ પાર, કારણ શું હશે?


ન કર અભિમાન, ટૂંકી જિંદગી ભદ્રા હવે,

ટકે આ ખોળિયું પળ વાર, કારણ શું હશે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy