STORYMIRROR

SHEFALI SHAH

Drama Romance

5.0  

SHEFALI SHAH

Drama Romance

પવિત્ર પ્રેમ

પવિત્ર પ્રેમ

1 min
824



મારું હૃદય ત્યારથી મંદિર સમ લાગે છે,

જ્યારથી તેમાં તમારો વાસ થયો લાગે છે !


વસાવ્યા જ્યારથી તમને પ્રાણ પ્રતિષ્ઠા કરીને,

અમારા પ્રાણમાં પ્રેમનો પવિત્ર ભાવ લાગે છે !


સ્તુતિ તમારા જ ગુણની હું કરું દિનરાત,

એટલે બાકી દુનિયાને મારો થાક લાગે છે!


આખો દિવસ તમારા ભક્તિભાવમાં લીન રહુ,

એટલે દુન્વયી દુનિયાથી હવે થોડો વૈરાગ લાગે છે !


આત્માથી જોડાયા જાણે ભવો ભવના સાથી,

એટલે મોક્ષ આજે અહીં જ મળતો લાગે છે !


તમે પણ વસાવશો અમને તમારા મન મંદિરમાં,

એ વાત પર હવે મને વિશ્વાસ લાગે છે !



Rate this content
Log in

Similar gujarati poem from Drama