STORYMIRROR

'Sagar' Ramolia

Drama Romance

3  

'Sagar' Ramolia

Drama Romance

વસંત ટહુકે છે

વસંત ટહુકે છે

1 min
501


મધુર અવાજ સુણી દિલ ધબકાર ચૂકે છે,

ફૂલ કહે કાનમાં, આ તો વસંત ટહુકે છે.


ફૂલોનો તાલ જોઈ ભમરો ઘેલો થયો,

નાચતો નાચતો મને પણ ખેંચી ગયો;

ને પછી તો ભાઈ! આ મન માઝા મૂકે છે,

કહી દો જગતને આ તો વસંત ટહુકે છે.


પતંગિયાં ઘોળવા લાગ્યાં કસૂંબીનો રંગ,

કુદરતને લૂંટવા હવે જામી પડયો જંગ;

સૌ ઉછળે છે,

પણ ડાળીઓ તો ઝૂકે છે,

એની તો પ્યારી આ તો વસંત ટહુકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama