STORYMIRROR

Kalpesh Baria

Drama Romance Tragedy

3  

Kalpesh Baria

Drama Romance Tragedy

પ્રતીક્ષા

પ્રતીક્ષા

1 min
887


ગરીબી, લાચારી નયનમાં તરે છે,

અશ્રુઓ બનીને સમંદર ઝરે છે.


આવે છે પડાવો જીવનમાં એવા કે,

હલેસા રહે છે સુકાની પડે છે.


પીવાદો સમયસર વૃક્ષોને કસુંબો,

પર્ણોમાં ઋતુને લઈ એ ખરે છે.


હવે તો જણાવો જે લુપ્ત થયા છે,

સંદેશો લઈને ટપાલી ફરે છે.


વિનંતી કરું છું હવે તો પધારો,

આંખોમાં કલ્પની પ્રતિક્ષા રડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama