STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

પરાવાણી

પરાવાણી

1 min
199

અમીભર્યા શબ્દો ઉચ્ચારે પરાવાણી,

શીતળતા ચંદન સમી આપે પરાવાણી,


સાધુસંત અને સજ્જનોને સાધ્ય છે,

બાકી ક્યાં કોઈની જબાને પરાવાણી,


પથ્થરનો જવાબ પુષ્પથી આપવાનો,

ઇશ આરાધકોના નિશાને પરાવાણી,


ઘૂંટ ઝેરના ગળી જવાની વાત છે આ,

ક્યારેક ક્યારેક આવે કાને પરાવાણી,


શબ્દ એ છે માપ અંતરનું કોઈવેળા,

સાંભળીને પ્રેરતી બીજાને પરાવાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama