ક્રિકેટ
ક્રિકેટ
આ રમત મજાની, ગેલ કરાવે
કેવી દોડાંદોડી આ બૉલ કરાવે!
પડતો, ફંગાતો, ઝીલાતો, છૂટતો
મેદાન આખાની ભાઈ એ સેર કરાવે!
બોલર, બેટ્સમેન, ફીલ્ડર સૌનાં
મન મસ્તક પર રાજ ફરમાવે!
ગુગલી, યોર્કર, સ્લો કે પેસ થઈ,
ક્યારેક કોઈના હાથમાં આવે !
ક્યારેક કોઈ એક સ્ટંપ ઉડાડે,
લેગ બિફોર કરી આઉટ કરાવે!
ઘા જબરા બેટના ઝાલી જાણે,
બેટ્સમેન પણ એને માણી જાણે!
હોય સ્લીપ, ગલી કે હોય મીડઑફ,
રન કરનારનો રહે જબરો રોફ!
અનિશ્ચિત રહી અહીં હાર ને જીત,
છેલ્લા બૉલ સુધી રોમાંચ જીવીત!
સઘળી વાત રહી રનની- વિકેટની,
રમત કહેવાય જેને, આ ક્રિકેટની !
