STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Drama Inspirational

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Drama Inspirational

વૃક્ષોની વિનવણી

વૃક્ષોની વિનવણી

1 min
754


અમે લીલુડાં હરિયાળા લહેરાઈએ... 

ભલા માનવી રે .. જંગલ ઝાડીને તમે મૂળમાં નવ કાપશો રે લોલ... 


ટાઢ, તાપ વર્ષાને, હસતા મુખે ઝીલશું રે લોલ... 

માનવીના મન મલકાવીએ... 

ભલા માનવી રે.... જંગલ.. 


શીતલ પવન મીઠો છાંયડો આપીશું રે લોલ.. 

મીઠપના મૂળ ના ઉખાડીએ... ભલા માનવી રે.. જંગલ.. 


પથ્થર ફેંકો તોયે ફળ મીઠાં આપીશું રે લોલ... 

પથ્થર દિલના ના થઈએ... ભલા માનવી રે.. જંગલ.. 


અંગ છેદશો તોયે રસ મીઠો આપીશું રે લોલ.. 

એવા મીઠાં રસને નવ ઢોળીએ.. 

ભલા માનવી રે.. જંગલ.. 


પશું પંખીનો મીઠો કલરવ સમ્ભળાવીશું રે... લોલ..

એવા કલરવને ના કકળાવીયે.. ભલા માનવી રે.. જંગલ.. 


વૃદ્ધ અપંગના અમે ટેકા રૂપ થઈશું રે લોલ... 

કોઈનાય ટેકાને ના તોડીએ... ભલા માનવી રે.. જંગલ.. 


અસાધ્ય રોગો માટે ઔષધ બની જઈશું રે લોલ.. 

સાચા ઔષધને ઓળખીયે.... ભલા માનવી રે... જંગલ.. 


વૃક્ષોનો પ્રેમ જ પર્યાવરણ ને બચાવશે રે.. લોલ.. 

વધુ વૃક્ષો વાવો એને ના કાપો ભલા માનવી રે... 

જંગલ ઝાડીને તમે મૂળમાં ના કાપશો રે લોલ... 



Rate this content
Log in

Similar gujarati poem from Drama