યાદ છે
યાદ છે
શાળાની એ બેન્ચ ઉપર, લીટોડા કર્યાનું યાદ છે,
રિસેસ સમયે, બેન્ચ ઉપર તબલા વગાડ્યાનું યાદ છે,
મિત્રો બધા એ ભેગા થઇ ને, કેવી ધમાલ કરતા,
ઘંટડી વાગે છૂટવાની એટલે, સ્પ્રિંગની જેમ ઉછળતા.
રોજ સવારે નિશાળ જવાની, ઉતાવળ ભારે રહેતી,
ભણવાનું તો બહાનું બાકી, ધમાચકડી જ રહેતી.
એકબીજાના ટિફિન માંથી, ભાગ પડાવ્યાનું યાદ છે,
મને નિશાળનું એ આંગણ, જ્યાં દોડ્યા પડ્યાનું યાદ છે.
કેવી હતા એ શાળાના દિવસો, મિત્રો સાથેની મજા ,
મોટા થઇ ગયા ભણી ગણીને, હવે તો ફક્ત બાકી યાદ છે.
