STORYMIRROR

Gopal Dhakan

Drama

4  

Gopal Dhakan

Drama

સપનાંને ઠપકો

સપનાંને ઠપકો

1 min
153

પામીને મુજને તું શું પામે ? 

ફરી, મળવા ન આવજે બ્હાને.


જીંદગી તો એક રણ બનીને છે પડી, એમાં ઉમેરાય ઝાંઝવાના નીર...

કાંટાળી ઇચ્છા ને અભરખા અધૂરાં એમાં, ઉપરથી ઘેરાતું આટલું તિમિર.

ઉઝરડાના ઘાવથી ખરડાયેલ ચહેરાને, શણગારની જીદ કરે શાને ?

...૦ ફરી, મળવા ન આવજે બ્હાને.....


સપના, તુજને શીદ આંખો ગમે છે મારી ? કેમ તંબુ પાંપણોમાં તાણે ?

આવતા જતા તને કોણ આપે સરનામું, આવી ચડે કેમ તું કટાણે ?

સંઘરવું તુજને મારે વસમું થઇ પડે છે હવે, કેમ સમજાવું તને , જા ને ...

.....૦ ફરી, મળવા ન આવજે બ્હાને.



Rate this content
Log in

Similar gujarati poem from Drama