STORYMIRROR

Gopal Dhakan

Others

4  

Gopal Dhakan

Others

વરસાદી વાયરા

વરસાદી વાયરા

1 min
453

ચડાવી કોણ જાય મોરલાને તાન ?

એ તો વરસાદી વાયરાના ગાન.

એ તો વરસાદી વાયરાના ગાન.


સૈયર ભીંજાવા જઈએ ચાલને,

'ને ઝીલીએ એક એક છાંટો,

હરખની હેલી છે, પગ માંડ્ય ને,

ચાલ, માણીએ લીલો નદી કાંઠો,


સૂરજદાદાને ઘડીક ગોખલામાં રાખીને,

વાદળા લઇ ઉમટ્યા છે જાન,

એ તો વરસાદી વાયરાના ગાન.


વાંછટોના મારથી બેશુદ્ધ બનીને,બેની,

લાજવાય ગયું છે અંગેઅંગ,

કોણ જાણે ઓચિંતું લાગ્યું હોં મુજને,

કે મ્હાલતી ઉદ્યાને પીયુ સંગ,


લાજ બધી આજ હું તો ઉંબરે મૂકીને,

બસ, માણી લઉ ઘટા ઘનશ્યામ.

એ તો વરસાદી વાયરાના ગાન.


શ્વાસ મહીં હૈયામાં ઉતરવા મથે,

એવો પે'લો વરસાદ ઘનઘોર,

લબકારા કરતી ભુજંગની જીભ જેમ,

વીજળી ચળકતી ચારેકોર,


એવે સમયે અહીં નાચી લેવાય સખી,

ભૂલી જઇ બઘી સાનભાન,

 એ તો વરસાદી વાયરાના ગાન.


Rate this content
Log in