નથી થવાતું
નથી થવાતું


શબ્દો નથી થવાતું, કાગળ નથી થવાતું,
મુસ્કાન માટે તારી, કારણ નથી થવાતું,
અંજામ કોણ આપે ? કિસ્સો અલગ ઘણો છે,
આગળ રહીએ તો પણ, આગળ નથી થવાતું,
મૂકી શકું છું રણમાં ગુલ્લાબ હું હજી પણ,
એની તરસ વધે તો, ઝાકળ નથી થવાતું,
પીંછી બનીને પૂરું રંગો ઘણાં ખરાં પણ,
ધરતીને લીલી કરવાં, વાદળ નથી થવાતું,
પાગલ બનીને માણો ઈશ્વર સહજ મળે છે,
જાણી બુઝીને વિરહી - પાગલ નથી થવાતું.