STORYMIRROR

Gopal Dhakan

Romance Others

4  

Gopal Dhakan

Romance Others

તું

તું

1 min
253

અનુભવોની વાતોમાં, ને કોરા ભીના શબ્દોમાં,

તું ગીત બનીને મહેકે છે, સંગીત બનીને મહેકે છે.


તું જાણે કોઈ ગ્રીષ્મ વાયરી, તું જાણે મનમિત,

તું જાણે અર્થ શેર શાયરી, તું બાળકનું સ્મિત.


વાદળીયુ આકાશ ચીરતું, કિરણ બનીને ઝળકે છે,

તું ગીત બનીને મહેકે છે, સંગીત બનીને મહેકે છે.


તું સ્મૃતિને, પૂર્ણ શુદ્ધીમાં, રક્તમાં ,તું જીવમાં,

પામે આકાર રોજ રોજ તું, રંગભીના સ્વપ્નોમાં.


હૈયાની હદમાં રહી તું, ધબકાર બનીને ધબકે છે,

તું ગીત બની ને મહેકે છે, સંગીત બની ને મહેકે છે.


પાંપણની પ્રત્યેક પલકમાં, પામવાની તને ઇચ્છા,

પણ, આંખોના ખૂણા ભીંજવતી, હઠીલી હરદમ ઈચ્છા.


નડતા રહેતા તમામ સંજોગો, કણાની માફક ખટકે છે,

તું ગીત બનીને મહેકે છે, સંગીત બનીને મહેકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance