STORYMIRROR

Gopal Dhakan

Drama

3  

Gopal Dhakan

Drama

અંતિમ

અંતિમ

1 min
383

ખરવાનું છે.

 સૂરજ હોય કે પછી હોય ફુલડું,

 સાંજ પડયે બધાને ઢળવાનું છે.


આંખ્યુમાં સપના ખોતરી ખોતરીને, કરી મૂકી એને રાતી ચટાક,

દંશ અભરખાના ઝેરીલા કેટલાં, પોપચામાં ખટકે ખટાક.

માટીના માણસની માટીમાં મહેફિલ ' ને માટીમાં અંતે ભળવાનું છે.

 સાંજ પડયે બધાને ઢળવાનું છે.


તરવાના હવાતિયાં કરતા સૌ મહોરાં, જાણે નહીં પોતે ડૂબવાના.

ના પામે કાંઠો કે ના પામે તળિયું, મડદા છે એ તો તરવાના.!

પેલ્લે પારથી એ આવતાં અવાજનો, પડઘો ભેદી થઈને પડવાનું છે.

 સાંજ પડયે બધાને ઢળવાનું છે.


રહેવાની સુની છે સાંકળ અંતરની ખખડયા કરી જે કટાણે.

પોતાનું જાણીને પોટલાં બાંધ્યાએ લેવાશે નહીં પરાણે.

જાણ્યાં અજાણ્યાંની બાંધેલી ગાંઠોથી, ધીમે ધીમે સાવ સરવાનું છે.

બધાને સાંજ પડ્યે ઢળવાનું છે.



Rate this content
Log in

Similar gujarati poem from Drama