STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational

3  

Chaitanya Joshi

Drama Inspirational

સમજણ વિના

સમજણ વિના

1 min
25.8K


જિંદગી રહી જાય અધૂરી સમજણ વિના,

જેમતેમ કરીને થાય એ પૂરી સમજણ વિના,


વાતવાતમાં અહમ્ આડું આવતું જગતમાં,

સાવ લાગે ફિક્કી અને તૂરી સમજણ વિના,


જોઈ લેવાની વૃત્તિથી સંબંધો થતા નાજુક,

ક્યાંક નડતી હોય મજબૂરી સમજણ વિના,


જતું કરવાની ભાવના લુપ્ત થતી જાય છે,

પારસ્પરિકતામાં આવે દૂરી સમજણ વિના,


સ્નેહ પ્રેમ ઔદાર્ય ખૂટી રહ્યાં છે જીવનમાં,

હતાં હરડગલે જે જરુરી સમજણ વિના.


Rate this content
Log in

Similar gujarati poem from Drama