મન લાગતું નથી
મન લાગતું નથી
દુનિયામાં હવે એના વિના,
કયાંય મન લાગતું નથી,
લાગે છે જેવું બહાર ખુશ,
એવું અંદર લાગતું નથી,
જાણે છે હૃદય કે આ સ્વપ્ન છે પરંતુ,
મન છે છે મારું, કે આ હકીકત માનતું નથી,
પ્રેમ પ્રેમ તો કરે છે જગતમાં સૌ કોઈ,
અફસોસ પ્રણયને સૌ કોઈ નિભાવતું નથી,
ગમે છે સૌ કોઈને સુંદરતા આ જગતમાં,
જગતને અહીં કોઈ જન્નત બનાવતું નથી,
સાથ આપશે જિંદગીમાં સદા, એમ કહે છે સૌ કોઈ,
જીવન સફરમાં સાથ કોઈ સદા આપતું નથી,
કરું છું દિલની વાટ સદા ગજાલમાં ગુલશન,
ચાહતની રીત એને કેમ કોઈ સમજાવતું નથી!
