STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama Inspirational

4  

ચૈતન્ય જોષી

Drama Inspirational

સંબંધ

સંબંધ

1 min
560

જરુરિયાતની બુનિયાદ પર સ્થપાય છે સંબંધ,

વૈચારિક સામ્ય સંધાતાં પરસ્પર બંધાય છે સંબંધ,


' આપો અને મેળવો ' એ છે સૂત્ર સંબંધનું આખરે,

જતું કરવાની ભાવના થકી એ વખણાય છે સંબંધ,


બીજાનું વિચારવાની ભલમનસાઈ દાખવવી પડે છે,

ત્યાગ અને સમર્પણની વાતે ઓળખાય છે સંબંધ,


લાભ મેળવવા અહીં ભલા થવું અનિવાર્ય ગણાય છે,

સમજશક્તિને સહનશક્તિથી સમજાય છે સંબંધ,


એકતાનો એક મૂક સંદેશ સંબંધમાં સચવાય જાય છે,

અનુકૂલનની અદાથી કેવો એ વિકસી જાય છે સંબંધ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama