STORYMIRROR

Dilip Ghaswala

Drama

5.0  

Dilip Ghaswala

Drama

ઉડવાનું બંધ કર

ઉડવાનું બંધ કર

1 min
1.0K


આ તરફ તું ઉડવાનું બંધ કર,

ઝાડને તું કાપવાનું બંધ કર.


સંભવામી નું વચન કેવળ છે છળ,

તું પ્રભુને ધારવાનું બંધ કર.


બુદ્ધ ગાંધી ને મહાવીર બ્રહ્મ છે,

સત્યને ઉપેક્ષવાનું બંધ કર.


રૂપ તારું કેફીને પાછું અમૂલ્ય,

મૂલ્ય તારું આંકવાનું બંધ કર.


હસ્ત રેખા હૃદય મેળાપ વિહીન છે,

પ્રણય મંડપ બાંધવાનું બંધ કર.


મોજથી તું જીવી લે આ જિંદગી,

મોતને તું માંગવાનું બંધ કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama