સન્માન
સન્માન
આમ ના ઓઢાડશો શાલ મને હવે,
તમારા સન્માનનો મને ડર લાગે છે.
સન્માન કરો છો તમે દુનિયાને બતાવવા,
સ્વાભિમાન મારુ ચકનાચૂર કરો છો.
ઘણા શબ્દો મૌન એમ જ રહી ગયા,
ના બોલ્યાનો ભાર મને અકળાવે છે.
જીવન છે મારુ નાનુ ને મહત્વકાંક્ષા મોટી,
પણ હજુ આત્મસન્માનથી જીવવાનું બાકી છે.
શાલ ઓઢી વિચારુ, શું છે આખર મારુ અહીં???
હજુ તો મારી ઈચ્છાઓ ત્યાગવાની બાકી છે.
ભાવના જીવન તો સંબંધોના હિસાબમાં ગયું,
તમારી સામે ભાવ રજુ કરવાના બાકી છે.