આંખોમાં મારી
આંખોમાં મારી
આંખોમાં મારી જે જળ છે,
રાતે ઉપસેલા એ સળ છે.
રક્ત મહીં વ્યાપેલી યાદો,
શ્વાસે ઊછરતી એ પળ છે.
હૈયા સોંસરવું તું જોને,
કાળું શાને આંજ્યું છળ છે.
જૂની વાતો ખટકે સઘળી,
મધ્યે એવાં ખોટાં વળ છે.
દર્પણ પર લાગ્યો છે ડાઘો,
ખંખેરી લઇશું જે દળ છે.