પરમ તહેવાર...
પરમ તહેવાર...
પીગળતા સૂરજમાં પડછાયા ઓગળીને આથમી ગયા,
મારી એકલતાને અંતરના અઘોર અંધારા ગળી ગયા,
એક જવાબની શોધમાં ખુદ ભટકું સવાલ બની જન્મોથી,
જવાબ મળ્યા તો એ સળગતા બેબુઝ ઉખાણાં બની ગયા,
ને આ આખી જિંદગી તારા વગર એક રેતીનું અફાટ રણ,
તરસની તૃપ્તિની તલાશમાં મૃગજળ પણ ઓસરી ગયા,
બીજ મહોબ્બતના દિલની ધરા ઉપર નજર વાવી ગઈ,
આ વર્ષામાં એના વગર ઝખ્મો બની એ સઘળા ફણગી ગયા,
એક "પરમ" તહેવાર હોય છે વહેવાર પ્રણયનો કાયમ,
તમારા આ વચનો જ અમોને કેવા પ્રેમી "પાગલ" કરી ગયા.