STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

નિ:શબ્દનું પાગલપન

નિ:શબ્દનું પાગલપન

1 min
602


વેચવા નીકળ્યો'તો હું ખુદને ને વહેંચાઈ ગયો,

તો આ શબ્દોના રવાડે નિ:શબ્દમાં ખેંચાઈ ગયો,


પળ પળ નો હિસાબ કર્યો ત્યારે જ ખબર પડી કે,

આ સમય સઘળો કોણ જાણે ક્યાં ખર્ચાઈ ગયો,


ગમના નશાની મદહોશી ને આ જમાનાનું મૌન,

ખુશીનો એક ઝબકારો ચોરે-ચૌટે ચર્ચાઈ ગયો,


અળખામણો હતો ત્યાં સુધી ક્યાં વાંધો જ હતો,

અમથો અમથો પ્રેમ થયો તો બધે પંકાઈ ગયો,


મન તો રહ્યું હતું સદા ઉપવાસી સુખના મામલે,

આખા ગામનો ગમ ખાઈ ખાઈ ને ધરાઈ ગયો,


પ્રકાશનની ઘેલછા પાછળ "પરમ" શબ્દો ખૂટ્યા,

ને નિ:શબ્દના "પાગલ" પનમાં ગ્રંથ રચાઈ ગયો.



Rate this content
Log in

Similar gujarati poem from Drama