Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Drama Inspirational

4.9  

'Sagar' Ramolia

Drama Inspirational

જિંદગી

જિંદગી

1 min
491


સૂર રેલાવતી વાંસળી જિંદગી,

એમ સંગીત તરફી ઢળી જિંદગી,


આ ભરી છે અદાઓ બધી નાટ્યની,

વેશ ઝાઝા કરી નીકળી જિંદગી,


વાયુની ઠંડકે તે ઠરીઠામ છે,

સૂર્યના તાપથી પીગળી જિંદગી,


પાંદડે-પાંદડે વૃક્ષના ઝૂલતી,

ફૂલની ફોરમે ઊજળી જિંદગી,


હોય ‘સાગર’ બધે બોલબાલા ઘણી,

ને મરણ આવતાં સાંભળી જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama