સંકેત
સંકેત
સંકેત આપે છે શ્રી હરિ, જીવ સમજી જાને રે,
કર આતમનો ઉદ્ધાર, ના મળે જીવન વારંવાર,
જીવ સમજી જાને રે.
મોહ માયામાં ફસાઈ, માનવ અંધ બન્યો શાને રે
નિ:સ્વાર્થ કર્મ કર તું, એ જ સાચા ધર્મનો સાર.
જીવ સમજી જાને રે.
દર્પણ જોઈ હરખાય, કાચી કાયાને અમર જાણે રે,
આ પાપથી ભરેલ ખોળિયું તારું ગળશે ટંકણ ખાર.
જીવ સમજી જાને રે.
દેખાડા કરે સેવાના, પરોપકાર કરી ઉપકાર જાણે રે,
સંકેત આપી સચેત સદા કરે, પડશે કરમ તણી માર.
જીવ સમજી જાને રે.
છોડી તું કાવાદાવા, બધા ભેદ ભરમ ભૂલી જાને રે,
પુણ્યનું તું બાંધ ભાથું, કહે ક્ષણમાં વહે જીવન ધાર.
જીવ સમજી જાને રે.
