મારો વિચાર ઈશ્વર
મારો વિચાર ઈશ્વર
મારું મન માનતું નથી જવા માંગે મંદિરનાં દ્વાર,
મારું હૈયું હરખાતું નથી જવા માંગે હરિને દ્વાર,
મારો વિચાર માનતો નથી જવા માગે વા'લાનાં દ્વાર,
મારી કાયા કંડારતી નથી જવા માગે કુદરતના દ્વાર,
મારી માયા માનતી નથી જવા માગે મોહનને દ્વાર,
મારી ઈચ્છા હવે જાગતી નથી જવા માગે ઈશ્વરને દ્વાર,
મારી ભાવના હવે માનતી નથી જવા માગે ભગવાનને દ્વાર,
મારી કીર્તિ હવે કેળવાતી નથી જવા માગે કૃપાળુને દ્વાર.