STORYMIRROR

Kajal Chauhan

Fantasy

4  

Kajal Chauhan

Fantasy

બસ કંઇક નવું કરવું છે

બસ કંઇક નવું કરવું છે

1 min
449

આજે મારે કૈંક નવું કરવું છે...

સમજાતું નથી કે શું કરવું છે???


બારીમાંથી દેખાતા આકાશના ટુકડાને,

મનભરીને જીવવો છે,

મારી અંદર દબાઈ ગયેલા બાળકને

આજે બહાર લાવવો છે,


સમડીની પાંખ પર બેસીને વર્લ્ડ ટુર કરવી છે..

તો વળી સુગરીનાં માળામાં ડોકિયું મારે કરવું છે,

ઘુવડની સાથે મારે નિશાચર પણ બનવું છે, 

બસ આજે કૈંક નવું બનવું છે...


ફૂલોની સુગંધ ને બાટલીમાં કેદ કરવી છે,

તો વળી પતંગિયાઓનું મેઘધનુષ મારે જોવું છે,

પહાડોની વચ્ચે માછલીઓ સાથે દોડપકડ મારે રમવી છે,

બસ આજે કૈંક નવું રમવું છે...


ગગનચુંબી વાદળોની ઈમારતો વચ્ચે ઘર બનાવવું છે,

તો વળી કડકડતી વીજળીઓ સાથે સેલ્ફી મારે લેવી છે,

વરસાદના ટીપાંઓની રંગોળી મારે બનાવવી છે,

બસ આજે કૈંક નવું બનાવવું છે...


કોયલનો કંઠ કાગને ભેટ આપવો છે ને,

બદલામાં મોર નું રૂપ કોયલને ચડાવવું છે,

ચાંદની રાતમાં તમરાઓનું સંગીત મારે સાંભળવું છે,

બસ આજે કૈંક નવું સાંભળવું છે...


ખિસકોલીઓ સાથે કૂદાકૂદ મારે કરવી છે ,

તો વળી જિરાફની ડોક સાથે મારે ઝુલવું છે,

દોડની હરીફાઈમાં મારે ચિત્તાને હરાવવો છે..

બસ આજે કૈંક જીતી લેવું છે...


હાથીનાં કાનમાં તારલા સાથે સંતાકૂકડી રમવી છે ,

તો વળી વિફરેલી વાઘણ સાથે દોસ્તી મારે કરવી છે,

સાવજની પીઠ પર સવાર થઈને જંગલનાં,

રાજા એક દિવસ મારે બનવું છે,

બસ આજે કૈંક નવું બનવું છે...



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy