STORYMIRROR

Kajal Chauhan

Thriller

4  

Kajal Chauhan

Thriller

મૃત્યુ ખરીદીને તો જો

મૃત્યુ ખરીદીને તો જો

1 min
463

ઘણા હસાવ્યા તે લોકોને, દર્દ તારું દૂર કરવા,

આંસુનાં એ દરિયાને વહેવડાવી ને તો જો,


પથ્થર દિલ બનાવ્યું લાગણીને છૂપાવવા,

દર્દ મને પણ થાય છે એક વાર પૂછીને તો જો.


પથ્થર તો ખૂબ પૂજ્યા તે આખી જિંદગી,

એકવાર માણસ નામના પ્રાણીને પૂજીને તો જો.


ગાડી - બંગલા - ઝવેરાત તો બહુ ખરીદ્યા,

એકવાર ઝૂંપડાંનાં ગરીબોની પીડા ખરીદી તો જો.


લોકોને તો બહુ ઓળખ્યા તે,

ભીડની વચ્ચે તારી જાતને ઓળખીને તો જો.


દુઃખ ઘણા વેચ્યા લોકોના જીવનમાં,

હાસ્યને મફતમાં વેચી તો જો.


રમત તો ઘણી જીતી જિંદગીની,

એકવાર કોઈનું દિલ જીતી તો જો.


અસત્યની છાયા હેઠળ ઘણું જીત્યો તું,

એકવાર પોતાની જાતને કોઈ સામે હારીને તો જો.


ઈર્ષ્યા - વેરભાવથી ખદબદતી દુનિયામાં,

એકવાર પ્રેમનાં સાચાં સૂરને છેડી ને તો જો.


પૈસાની તાકાત તો બહુ દેખાડી લોકોને,

તાકાત હોય તો મૃત્યુ ખરીદીને તો જો.



Rate this content
Log in

Similar gujarati poem from Thriller