STORYMIRROR

Kajal Chauhan

Drama Inspirational

3  

Kajal Chauhan

Drama Inspirational

જિંદગી..જીવી લેવી..

જિંદગી..જીવી લેવી..

1 min
448

ફૂલોની જેમ સુંગધ ફેલાવવી છે મારા જીવનની,

જિંદગી કરમાય ને ખરી જાય એ પહેલાં.


પોતાના જ શ્વાસ ને સ્પર્શી લેવો છે,

શ્વાસ જ છીનવાઈ જાય એ પહેલાં.


વાવાઝોડાની જેમ તોફાન મચાવવું છે મારે,

જીવનમાં સન્નાટો છવાઈ જાય એ પહેલાં.


મન ભરીને ભેટી લેવું છે મનગમતાં ને,

શરીરમાંથી રોમાંચ જ ચાલ્યો જાય એ પહેલાં.


શું જોઈતું હતું? શું જોઈએ છે ને શું પામી લીધું?

સમય સાથે પામી લેવું છે સમય વીતી જાય એ પહેલાં.


સરનામું જ ન રહે મારું આ વિશ્વમાં,

એક કાયમી સરનામું બનાવવું છે કોઇના દિલમાં.


ધબકતા અને ધડકતા લોકો સાથે જીવી લેવું છે,

હૃદય જ ધડકવાનું બંધ કરી દે એ પહેલાં.



Rate this content
Log in

Similar gujarati poem from Drama