સપનાંની સરગમ
સપનાંની સરગમ
સપનાંની સરગમ આતો સપનાંની સરગમ
જ્યાં જુઓ ત્યાં સંબંધની મહામારી સપનાંની સરગમ,
આશાની અગવડ આતો આશાની અગવડ
જ્યાં જુઓ ત્યાં જનને મળે છે આશાની અગવડ,
હૈયાની હળવાશ આતો હૈયાની હળવાશ
જ્યાં જુઓ ત્યાં મૌનની છે હૈયાની હળવાશ,
સંબંધોની આરપાર આતો સંબંધોની આરપાર
જયાં જુઓ ત્યાં બંધન છે સંબંધોની આરપાર,
જીવનનો જુગાડ આતો જીવનનો જુગાડ
જ્યાં જુઓ ત્યાં જિંદગીને છે જીવનનો જુગાડ.
