STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama Inspirational

4  

ચૈતન્ય જોષી

Drama Inspirational

સમજણ વિના

સમજણ વિના

1 min
392

કેવળ જ્ઞાન વૃથા ગણાય છે સમજણ વિના.

'પોથીમાનાં રીંગણા' થાય છે સમજણ વિના.


વધતું જ્ઞાન અહંકારને બળવત્તર બનાવતું ને,

આમ જનતાથી દૂર જાય છે સમજણ વિના.


અભાવ વિવેકનો એને અતડું કરીને જંપતો,

સામાજિકતા કેવી ભૂલાય છે સમજણ વિના.


માહિતી બની જાય છે જો ન થાય આત્મસાત,

અધૂરો ઘડો થૈ છલકાય છે સમજણ વિના.


વિવેકથી જુગલબંધી એની થવી છે અનિવાર્ય,

બાકી 'તોતા રટન' દેખાય છે સમજણ વિના.


Rate this content
Log in

Similar gujarati poem from Drama