કંટાળો
કંટાળો




વીતેલા વાયરાની મને વાત કર જો,
પેલા દીધેલા કોલની થોડી ફરિયાદ કર જો,
નાનપણની નાદાનીની રજૂઆત કર જો,
જવાનીના જોશની ને પેલા રંગીન દિવસોની ચર્ચા કર જો,
તારા એ દરેક સંજોગોની મને વાત કર જો,
સારું-નરસું, સાચું-ખોટું, સુખ-દુઃખ ને બધું જ,
તારા સપનાની એ દરેક સીડીની સરગમની શરૂઆત કર જો,
મને મળ્યા પહેલાની અને મળ્યા પછીની એ જિંદગી,
તું નિરાંતની આ પળમાં મારી સાથે નહિ તો,
ખુદની સાથે, મનગમતી મોજ કર જો,
બસ તું આ 'કાંટાળા'ના કુંડાળામાં ફસાય એ પહેલા,
મારા સ્મિત અને સપના સાથે એક મુલાકાત કર જો,
ચાલ, તને જિંદગીની સેર કરવું એક પળમાં,
બસ એકવાર તારા મનમાં શું છે એની રજૂઆત કર જો.