વિદાયની વેળા
વિદાયની વેળા
1 min
366
વિદાયની વેળા હરહંમેશ વસમી લાગે; એ ફરી અનુભવ્યું,
સમય ક્યાં પસાર થયો એ જ વિચારે મન ભમતું ગયું,
આજે અમારા ઘરનું આંગણું ફરી સૂનું થઈ ગયું,
મેલબર્નના ઍરપોર્ટથી ઘર સુધી આવવું અઘરું થઈ ગયું,
ચહલ-પહલથી ભરેલું ઘર આજે અતિશય શાંત થઈ ગયું,
ખૂબ આનંદ-ઉત્સાહથી સાથે વિતાવેલ સમય સાંભર્યો,
હૃદયના ઊંડાણમાં ભરાયેલ લાગણી કેમની સંકોરવી ! કેટ-કેટલું છૂપાવ્યું,
પાંપણમાં ઉભરાયેલું આંસુ સરકી જ પડ્યું.