STORYMIRROR

BINAL PATEL

Inspirational

4  

BINAL PATEL

Inspirational

ભક્તિરંગ

ભક્તિરંગ

1 min
21


'કણ-કણમાં જ્યાં ઈશ્વર બિરાજી, હાજરી પુરાવે છે,

જીવ ક્ષણ-ક્ષણમાં પ્રભુ-ભજન કરી જીવન સુધારે છે. 


અંતરાત્મા શુદ્ધ ચિત્ત સંગ પ્રાર્થના કરી શરણે રહે છે,

આ જીવ બસ દાસ-સેવક બની નિત્યાનંદમાં વિચરે છે.


અખંડ ભરોસો હરિ પર ને નિત્ય સત્સંગ, આનંદ પમાડે છે,

ભક્તિમય મન ઘર-સંસારમાં સુખ-શાંતિ ને આનંદની પ્રાપ્તિ કરાવે છે.


શ્વાસે-શ્વાસે કરેલી એક નવી શરૂઆત મંઝિલ સુધી પહોંચાડે છે,

સત્ય-પ્રેમ-કરુણાનાં રંગોમાં રંગાઈને માનવી જીવન શણગારે છે.


Rate this content
Log in