માનું સમર્પણ
માનું સમર્પણ


સમર્પણ તારું મા સરખાવી ન શકું,
હા! બસ સસ્નેહ એને નીહાળી શકું.
તારી કાળજી લેવાની ભાવના ચિતરું કેમ?
હા! અનુભવી બસ ધન્ય ધન્ય થઈ શકું,
ભાવથી અઢળક ભરાયેલી છે તું,
માટે જ હૈયું મારું ભીંજાતું રાખી શકું.
ઉપકારોની વાત તને કદાચ નહીં ગમે,
એટલે તો બધું તું જ છે મા કહી શકું.
દુઃખો સહીને પણ તું કેવું હસી શકે છે!
એટલે ખુશીના હજાર કારણ શોધી શકું છું.
તારા સમર્પણને શું અર્પણ કરી કરું હું?
જન્મોજન્મ બસ! તું જ મા મળે પ્રાર્થી શકું.