STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમનું અમૃત

પ્રેમનું અમૃત

1 min
188

પ્રેમનું અમૃત લઈને વાલમ,

આવ્યો છું હું તારા દ્વારે,

પ્રેમની તરસનું શમન કરવા,

અમૃત પાન કરાવવું છે મારે,


રાત અને દિન વિતાવ્યા તે વાલમ,

મારા પ્રેમના જ સહારે,

હરપળ વિતાવી યાદ કરી મુજને,

હવે દૂર રહેવું નથી મારે,


ઝરમર વરસતા મેઘ મલ્હારમાં,

તુજને ભીંજવવી છે મારે,

વિરહના આંસુ તે ખૂબ વહાવ્યા,

તેને પ્રેમથી લૂછવા છે મારે,


ખૂબ તડપી છો મારા પ્રેમમાં વાલમ,

હવે વધુ નથી તડપાવવી મારે, 

આવ્યો છે પ્રિયતમ તારા આંગણે,

તુજ સંગ મિલન કરવું છે મારે,


ચાલ તુજને વસાવું મારા દિલમાં,

પ્રેમનો તાલ મેળવવો છે મારે,

તારા શ્ચાસોની સરગમ સંગે "મુરલી",

પ્રેમનો તરાનો ગાવો છે મારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama