STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

વિદાય

વિદાય

1 min
241

હતાં અમે તો, એક ડાળનાં પંખી,

કયાં ખબર હતી, મને કે

કાલ ઊડી જવાનાં,


સહિયર તણો સાથ, અમારો

કયાં ખબર હતી, મને કે

આજ હાથ અમારા, છૂટી જવાના,


કરતાં અમે,

એક ડાળ પર કિલ્લોલ,

ને બાળા રાજા સાથે કરતાં અમે,

રોજ મજા,


માયા નહીં ભૂલાય, આ નેસડીની,

કેમરે હું વિસરાવું,

આ બાલુડાનો પ્રેમ,


મારી આ શાળાનું આંગણું,

જયાં બાળ કિલ્લોલ,

હતાં કાલ સાથ અમે,

આજ પંખી ઊડી જવાનાં,


વિતાવી જે મે ક્ષણો,

મુજ માનસથી, નહીં રે વિસરાય

કેમ રે ભૂલાવીશ હું,

આ મારા માળાને,


લઈ જાઉં છું હું,

તમારી યાદોનું ભાથું,

જીવીશ હું ત્યાં સુધી,

રહેશે મારા દિલમાં આ નેસડી,


કહું છું આજ હું, અલવિદા

રહેજો સુખી, મારા બાલુડા,

ભણજો તમે,

આગળ વધજો તમે,

એવા મારા દિલની દુઆ.


બસ અમે તો હતાં એક ડાળનાં પંખીડાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama