STORYMIRROR

Hardika Gadhvi

Drama

3  

Hardika Gadhvi

Drama

તે શિક્ષક

તે શિક્ષક

1 min
157

શીલવંત સાધુ નિર્માણ કરે તે શિક્ષક

વૈષ્ણવજનનું સર્જન કરે તે શિક્ષક,


ગુજરાતનું ગૌરવ શીખવે તે શિક્ષક

વાયરલઈન્ફેન્સથી બચાવે તે શિક્ષક,


આંગળી ઝાલીને દોરે તે શિક્ષક

વીજળીને ચમકારે મોતી પરોવે તે શિક્ષક,


દયાનો સાગર તે શિક્ષક

સત્યમ, શિવમ, સુંદરમ્નો પર્યાય તે શિક્ષક,


માટીના માનવીને વિશ્વ માનવી બનાવે ને બને તે શિક્ષક

અડગ મન અને અવિરત કર્મ નિષ્ઠ તે શિક્ષક,


સતત શીખવે, શીખતો રહે તે શિક્ષક

કૃષ્ણં વંદે જગત્ ગુરુ શીખવે,

ને "વસુધૈવ કુટુંબ" ની ભાવનાને દ્ઢતાથી શિખવે તે શિક્ષક,


હૈયું, મસ્તક, હાથનો ઉપયોગ કરે કરાવે તે શિક્ષક

સંવેદનાનો પૂંજ, ઊર્મિઓનો ઢગલો

આગને પણ બાગમાં ફેરવતાં શીખવે તે શિક્ષક,


પ્રાર્થના ને જીવે, રચે

પ્રંશસાથી અડધો રહે, આત્મશ્લાઘાથી રહે દૂર

ઈતર પ્રવૃત્તિ ને પંપાળે

"પરિશ્રમ ને પારસમણિ " માને

સંપ ત્યાં જંપથી જીવે

શબ્દાર્થથી વ્યાકરણની યાત્રા કરાવે તે શિક્ષક. 


એકડો ઘૂંટણે ચાલે ને ૧૦૦ સુધીની પર્વત યાત્રા પર પહોંચાડે તે શિક્ષક

ક થી જ્ઞ સુધી ની યાત્રા કરી અજ્ઞ થી સુજ્ઞ બનાવે તે શિક્ષક. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama