STORYMIRROR

Hardika Gadhvi

Inspirational Others

3  

Hardika Gadhvi

Inspirational Others

શ્રદ્ધાના પગલે

શ્રદ્ધાના પગલે

1 min
132

જીવનને હું માંગું તવ આશિષ

તારે પગલે પગલે હું પગ રાખીશ

પંથ ભટકવાનો પછી ભયનો રહે 

હરિ તું જે કરે કહે તે જ હું કરીશ,


ભવાટવીમાં હું કંટકો ન ચાહું કદી

તવ ગુરુપથ પગલે પગ માંડું હરિ

પુષ્પવાટિકા ન હો, અશોકવાટિકા

એટલે લક્ષ્મણરેખાને ન લાંઘુ કદી,


શ્રદ્ધાના પગલે પગલે પંથ કાપતાં

હનુમંત હૃદય દર્શન પામું જ હરિ,

જીવનવને હું માંગું એટલું હજુ હરિ

શબરી બની રાહ નિહાળું હરિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational