STORYMIRROR

Hardika Gadhvi

Fantasy Others

3  

Hardika Gadhvi

Fantasy Others

કાગળનું ફૂલ ઝંખે પુષ્પ થવા

કાગળનું ફૂલ ઝંખે પુષ્પ થવા

1 min
174

ફૂલ હું કાગળનું

અત્તરથી તરબતર,

મારું અસ્તિત્વ તેથી જ તો મહેંકતું દરબદર,


ફૂલદાનીની અસીમ

શોભા પણ અંતરે વ્યથા,

મારું હોવાપણું કેટલું

બગીચાનો આનંદ કેવો

તેની મને નથી મળી મજા,


મારા પર મૂકેલ પ્લાસ્ટિકનું પંખી

શું એ પણ ઝંખતું હશે ઉપવનની માજા ?

પંખીને પાંખ મળે કે પણ ટહુકે

ફૂલોને સુવાસ,

નંદનવને કોઈનું ન થાય નિકંદન

મને(પ્લાસ્ટિકના ફૂલોને) સુગંધીત કરવા કંઈ કેટલાય પુષ્પોને લસોટાવવું પડ્યું હશે ત્યારે બને છે મારામાં મહેકતી અત્તરના સુગંધની અવસ્થા,


કેટલું જીવ્યું એ પુષ્પોએ ?

કેવું જીવ્યું મેં ?

હું પણ ચહું બાગનું બનવા ફૂલ

મારે નથી જોઈતી ગલામ, ઉછીની આવરદાની સજા.

ઊગી, મહેકી, આથમી જવું એ જ જીવનની નેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy